6 ઈ પાસ મહિનામા લોકો મરવાની યોજના કરશે, પણ તેઓ મરી હકતા નથી. તેઓ મરવાની ઈચ્છા કરશે, પણ તેઓ મરી હકશે નય.
ઈ વખત લોકો, ડુંઘરાઓને કેશે કે, અમારા ઉપર પડો અને ટેકરીને કેહે કે, તમે અમને ઢાંકી દયો.
તેઓએ ડુંઘરાઓ અને ખડકોને રાડુ નાખીને કીધુ કે, “અમારી ઉપર પડો અને અમને હતાડી લ્યો, જેથી ઈ જે રાજગાદી ઉપર બેઠો છે અમને જોય નો હકે, જેથી ઘેટાનુ બસુ અમને સજા નો દય હકે.