5 પરમેશ્વરે ટીડડાઓને માણસોને મારવાની રજા નોતી દીધી, એને ખાલી પાસ મયના હુધી પીડા દેવાની રજા આપી હતી, ઈ ટીડડાના ડંખમારવાની પીડા વીંછીના ડંખમારવાની પીડાની જેવી હતી.
ઈસુએ જવાબ દીધો કે “તને પરમેશ્વરથી અધિકાર નથી દેવામાં આવતો, તો તારો અધિકાર મારી ઉપર નય રય, ઈ હાટુ જેણે મને તારા હાથમાં પકડાવો છે, એનો પાપ વધારે છે.”
જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.
પરમેશ્વરે પશુને પોતાના અધિકારની વિષે અભિમાનથી બોલવાની રજા આપી અને આ રીતે ઈ એનો અનાદર કરે. પરમેશ્વરે એને બેતાલીસ મયના હુધી આ અધિકાર રાખવાની રજા આપી.
ઈ પશુને આ અધિકાર આપ્યો કે, ઈ પવિત્ર લોકોની હામે બાધે અને તેઓની ઉપર જીત મેળવે અને તેઓને દરેક કુળ, લોકો, ભાષા અને દેશ ઉપર અધિકાર દેવામા આવ્યો.
એને વીંછીની જેમ પુછડુ અને ડંખ હતાં, એને પોતાની પુછડીના ડંખથી પાચ મયના હુધી લોકોને નુકશાન આપવાની તાકાત હતી.
ઈ ધુવાડામાંથી પૃથ્વી ઉપર ટીડડા નીકળા અને પરમેશ્વરે એને વીંછીની જેમ લોકોને ડંખમારવાની તાકાત આપી.