3 ઈ ધુવાડામાંથી પૃથ્વી ઉપર ટીડડા નીકળા અને પરમેશ્વરે એને વીંછીની જેમ લોકોને ડંખમારવાની તાકાત આપી.
હાંભળો! એરુઓ, વીંછીઓ અને મેલી આત્માઓ અને વેરીઓના બધાય પરાક્રમ ઉપર મે તમને અધિકાર આપ્યો છે. અને તેઓ તમને નુકશાન નય પુગાડી હકે.
પરમેશ્વરે ટીડડાઓને માણસોને મારવાની રજા નોતી દીધી, એને ખાલી પાસ મયના હુધી પીડા દેવાની રજા આપી હતી, ઈ ટીડડાના ડંખમારવાની પીડા વીંછીના ડંખમારવાની પીડાની જેવી હતી.
ઈ ટીડડાઓ ઘોડાની જેવા દેખાતા હતાં, જે યુદ્ધમા જાવા હાટુ તૈયાર હોય તેઓએ પોતાના માથા ઉપર કાક પેરેલુ હતુ જે હોનાના મુગટ જેવુ લાગતુ હતુ. એના મોઢા માણસોના મોઢા જેવા હતા.