એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે.
પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.
જઈ પાંચમાં સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તો મે આભથી પૃથ્વી ઉપર એક તારો પડતા જોયો, પરમેશ્વરે એને ઈ સાવી આપી, જે આ ખાડાને ખોલી હકે છે જેના ઊંડાણનો કોય અંત નથી.
એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે.
ઈ ધોડા અને એની ઉપર બેહેલા જે મને દર્શનમાં તેઓ એવી રીતે દેખાતા હતાં એની છાતીની રક્ષા કરનારા બખતર આગની જેવા લાલ આસો વાદળી અને ગંધકની જેવા પીળા હતાં, ઘોડાઓના માથા સિંહોના માથા જેવા લાગતા હતા. એના મોઢામાંથી આગ, ધુવાડો, અને ગંધક નીકળી રયાતા.