હું તમને હાસુ કવ છું કે, જો કોય આ ડુંઘરાને કેય કે, “ઉખડી જા, અને દરીયામાં જયને પડ, અને પોતાના હ્રદયમાં શંકા કરતો નય કે, એવુ થાહે, પણ વિશ્વાસ કરો કે, જે એણે માગ્યું છે પરમેશ્વર એને આપશે, તઈ પરમેશ્વર એની હાટુ આ કરી દેહે.
એની પાહે આભને બંધ કરવાઓ અધિકાર છે, જેથી ઈ આગમભાખવાના વખતે ક્યાય વરસાદ નો હોય, એની પાહે પાણીની ઉપર તાકાત છે, કે, ઈ એને લોહીમાં બદલી હકે, અને જઈ પણ ઈ ઈચ્છે દરેક રીતના રોગશાળાથી પૃથ્વી ઉપર હુમલો કરે.
ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા.