Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 8:7 - કોલી નવો કરાર

7 પેલા સ્વર્ગદુતે પોતાનુ રણશિગડું વગાડુ, તરત લોહી ભળેલો ખુબ જાજો કરાનો વરસાદ અને આગ પૃથ્વી ઉપર પડયા, એને લીધે પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો અને ત્રીજા ભાગના ઝાડ બળી ગયા અને બધુય લીલું ખડ હોતન બળી ગયુ

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 8:7
29 Iomraidhean Croise  

સૂરજ ઉગતા જ ધોમ તડકો પડે છે, અને ખડને કરમાવી દેય છે, અને એના ફુલો ખરી જાય છે, અને એની શોભા મટી જાય છે, એવી જ રીતે એક માલદાર વિશ્વાસી પણ પોતાના કામોમાં ઘૂસવાયેલો રયને એના વખતે મરી જાય.


અમે જાણી છયી કે, આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયા યશાયાએ લખ્યું, “બધાય લોકો ખડની જેમ નાશ થાય જાહે. અને બધાય લોકો પાહે જે મહાનતા છે ઈ સદાય હાટુ નય રેય. જેમ ફુલ ખડમાં જાજો વખત હુધી ટકતું નથી. ખડ કરમાય જાય છે અને ફૂલ ખરી જાય છે.”


એની પૂછડીએ આભના તારાઓના ત્રીજા ભાગને ખેસીને પૃથ્વી ઉપર નાખી દીધા, અને ઈ અજગર ઈ બાયની હામે ઉભો થય ગયો જેથી એના બાળકને જનમતીવેત ખાય જાય.


ઈ હાટુ પેલા સ્વર્ગદુતે જયને પ્યાલાની વસ્તુને પૃથ્વી ઉપર રેડી દીધી. લોકો ઉપર ભયાનક અને દુઃખદાયક ઘાવ દેખાણા જેની ઉપર હિંસક પશુએ પોતાની છાપ લગાડી હતી, અને એની ઉપર જેઓએ એની મૂર્તિનું ભજન કરયુ હતું.


અને મોટા કરા આભમાથી લોકો ઉપર પડયા, જેમા દરેક કરાનો વજન લગભગ 50 કિલો હતો. જેના લીધે તેઓએ પરમેશ્વરનો નકાર કરો કેમ કે, તેઓને પરમેશ્વર તરફથી એની ઉપર મોકલવામા આવેલી આફતોને લીધે ખુબ વધારે પીડા સહન કરવી પડી.


તઈ મે એક આછા પડેલા દરેક રંગના ઘોડા જોયા, અને એની ઉપર બેઠેલાનું નામ મોત હતું, અને અધોલોકની જગ્યાએ એની વાહે-વાહે હાલતો આવતો હતો, અને એને આ અધિકાર મળ્યો હતો કે, પૃથ્વી ઉપર રેનારા સોથા ભાગના લોકોને મારી નાખે, તેઓએ એને તલવારથી, ભુખથી, ભુંડી બીમારીઓથી અને પૃથ્વીના જંગલી જનાવરોથી મરાવી નાખ્યા.


એની પછી, મે સ્યાર સ્વર્ગદુતોને જગતના સ્યારેય ખૂણામા ઉભેલા જોયા, એક ઉત્તર દિશામા, એક દક્ષિણ દિશામા, એક પૂર્વ દિશામા અને એક પશ્ચિમ દિશામા આ સ્વર્ગદુતોને જગતમાં મુશ્કેલીઓથી નુકશાન કરવાનો પરમેશ્વર તરફથી અધિકાર મળેલો હતો, પછી ઈ દરીયામાં હોય કે પૃથ્વી ઉપર એણે જગતના સ્યારેય ખૂણેથી હવાને રોકી લીધી જેથી દરીયામા અને પૃથ્વી ઉપર અને કોય પણ ઝાડ ઉપર હવા હાલે નય. મે એકબીજા સ્વર્ગદુતને ઉગમણી દિશાથી પરગટ થાતા જોયો, એની પાહે પરમેશ્વર જે સદાય જીવે છે એની એક મુદ્રા હતી. ઈ સ્વર્ગદુતે ઉસા અવાજથી ઈ સ્યાર સ્વર્ગદુતોને હાક મારીને કીધું કે,


ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા.


આ ત્રણેય મહામારીઓએ જેમ કે, ઘોડાના મોઢામાથી નીકળનારી આગ, ધુવાડો અને ગંધક હતા. બધાય માણસોના ત્રીજા ભાગનાને મારી નાખ્યા.


જેમ કોયને વીંછીના ડંખમારવાથી પીડા થાય છે એમ જ આ ટીડડાઓને પાસ મયના હુધી ઈ લોકોને નુકશાન પુગાડવાની પરમેશ્વરે રજા દીધી હતી. જેના માથા ઉપર પરમેશ્વરની મુદ્રાની નિશાની નોતી. ટીડડાઓને કીધુ કે, તમારે પૃથ્વીના કોય પણ ખડને, કોય પણ છોડવાઓને કે ઝાડને નુકશાન પુગાડવુ નય,


Lean sinn:

Sanasan


Sanasan