તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.
અને મંદિર પરમેશ્વરની મહિમા અને સામર્થ્યથી આવનાર ધુવાડાથી ભરાય ગ્યુ, ન્યા હુધી કોય પણ મંદિરમા જય હક્યુ નય, જયા હુધી ઈ હાતેય આફતો પુરી નો થય ગય, જેને હાત સ્વર્ગદુત લીયાવ્યા હતા.
ન્યાંથી એક બીજો સ્વર્ગદુત આવ્યો અને વેદીની પાહે ઉભો રયો, ઈ સ્વર્ગદૂત ધૂપ હળગાવવા હાટુ હોનાનો બનેલો પ્યાલો લયને આવ્યો અને એને બધાય પરમેશ્વરનાં લોકોની પ્રાર્થનાઓ હારે હળગાવા હાટુ બોવ જાજો ધૂપ આપવામાં આવ્યો, એણે ધૂપ અને પ્રાર્થનાઓને હોનાની વેદી ઉપર હળગાવી દીધી, જે પરમેશ્વરની રાજગાદીની હામે હતી.