સ્વર્ગદુતે એને જવાબ દીધો કે, “હું ગેબ્રીયલ છું, જે પરમેશ્વરની આગળ ઉભો રવ છું, અને તારી હારે શું થાહે એની વિષે હારા હમાસાર હંભળાવવા હાટુ મને મોકલવામાં આવ્યો છે.
કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.
હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.
તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”
એની પછી મે આભમાં એક જુદી નિશાની જોય જો કે બોવ જ અદભુત અને બોવ જ નવાય પમાડે એવી હતી, ન્યા હાત સ્વર્ગદુત હતાં જે હાત જુદી-જુદી રીતની આફતો લીધેલા હતાં, આ આફતો છેલ્લી છે કેમ કે, જઈ ઈ પુરી થય જાહે તઈ પરમેશ્વરનો ગુસ્સો પુરો થય જાહે.
એની પછી મે દર્શનમાં મંદિરમાંથી એક તેજ અવાજને હાત સ્વર્ગદુતોથી આવું કેતા હાંભળ્યું કે, “જાવો જગતના લોકો ઉપર પરમેશ્વર તરફથી દંડને રેડી નાખો જે હાત પ્યાલામાં છે.”
જઈ મે પાછુ જોયુ, તઈ આભની વસે એક ગરુડને ઉડતા અને મોટા અવાજથી આવુ કેતા હાંભળ્યુ કે, “જઈ છેલ્લા ત્રણ સ્વર્ગદુતો ઈ રણશિંગડું વગાડે છે જે એને આપવામા આવ્યા છે, તઈ જગતના બધાય લોકો ઉપર આવનાર દુખો બોવજ ભયાનક હશે.”
જઈ પાંચમાં સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તો મે આભથી પૃથ્વી ઉપર એક તારો પડતા જોયો, પરમેશ્વરે એને ઈ સાવી આપી, જે આ ખાડાને ખોલી હકે છે જેના ઊંડાણનો કોય અંત નથી.