Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 8:13 - કોલી નવો કરાર

13 જઈ મે પાછુ જોયુ, તઈ આભની વસે એક ગરુડને ઉડતા અને મોટા અવાજથી આવુ કેતા હાંભળ્યુ કે, “જઈ છેલ્લા ત્રણ સ્વર્ગદુતો ઈ રણશિંગડું વગાડે છે જે એને આપવામા આવ્યા છે, તઈ જગતના બધાય લોકો ઉપર આવનાર દુખો બોવજ ભયાનક હશે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 8:13
12 Iomraidhean Croise  

તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.


આ બીજી આફત વય ગય છે અને જોવો ત્રીજી આફત જલ્દી આવનાર છે.


તમે બધાય જે સ્વર્ગમા રયો છો, તમારે રાજી થાવુ જોયી, પણ તમે જે પૃથ્વી ઉપર અને દરીયામા રયો છો, ભયાનક રીતેથી પીડાહો કેમ કે, શેતાન તમારી પાહે નીસે આવી ગયો છે અને ઈ બોવ જ ગુસ્સામા છે કેમ કે, ઈ જાણે છે કે એની પાહે કામ કરવાનો જાજો વખત નથી.


1,44000 લોકો એક નવું ગીત ગાય રયા હતાં, જઈ ઈ રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ, અને વડીલોની હામે ઉભા હતાં. ખાલી 1,44000 લોકો, જેને ઘેટાના બસ્સાએ પૃથ્વીના લોકોની વસ્સેથી છોડાવ્યા હતાં, ઈ ગીતને શીખી હકતા હતાં. કોય બીજા ઈ ગીતને શીખી હકતા નોતા.


અને મે એક બીજા સ્વર્ગદુતને આભમા ઉસે ઉડતા જોયો, ઈ સ્વર્ગદુતે ઈ હારા હમાસારને લીધેલો હતો, જે કોય દિવસ નથી બદલતા એણે જગતમાં રેનારા લોકો, દરેક દેશ, દરેક કુળ અને દરેક પરકારની ભાષામાં આની જાહેરાત કરી.


પછી મે એક સ્વર્ગદુતને સુરજ ઉપર ઉભેલો જોયો, અને એણે મોટા શબ્દથી રાડ નાખીને આભમા ઉસે ઉડનારા બધાય પક્ષીઓને જોરથી કીધુ કે, “આવો, ઈ મોટા જમણવાર હાટુ ભેગા થય જાવ જે પરમેશ્વરે તમારી હાટુ તૈયાર કરયું છે.”


કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે.


અને મે ઈ હાતેય સ્વર્ગદુતોને જે પરમેશ્વરની હામે ઉભા રેય છે, જેઓને પરમેશ્વરે હાત રણશિંગડા આપ્યા હતાં.


જઈ પાંચમાં સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તો મે આભથી પૃથ્વી ઉપર એક તારો પડતા જોયો, પરમેશ્વરે એને ઈ સાવી આપી, જે આ ખાડાને ખોલી હકે છે જેના ઊંડાણનો કોય અંત નથી.


પાસ મયના પછી આ આફતો પુરી થય જાહે. પણ એની પછી બે વધારે આફતો આવનાર છે.


Lean sinn:

Sanasan


Sanasan