ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.
ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા.