પ્રકટીકરણ 7:9 - કોલી નવો કરાર9 એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી. Faic an caibideil |
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.