પ્રકટીકરણ 7:3 - કોલી નવો કરાર3 “જ્યાં હુધી આપડા પોતાના પરમેશ્વરનાં ચાકરોના માથા ઉપર મુદ્રાઓ લગાડી નો દેયી, ન્યા હુધી પૃથ્વી અને દરીયા અને ઝાડવાનો નાશ કરવો નય.” Faic an caibideil |
એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.
એની પછી, મે સ્યાર સ્વર્ગદુતોને જગતના સ્યારેય ખૂણામા ઉભેલા જોયા, એક ઉત્તર દિશામા, એક દક્ષિણ દિશામા, એક પૂર્વ દિશામા અને એક પશ્ચિમ દિશામા આ સ્વર્ગદુતોને જગતમાં મુશ્કેલીઓથી નુકશાન કરવાનો પરમેશ્વર તરફથી અધિકાર મળેલો હતો, પછી ઈ દરીયામાં હોય કે પૃથ્વી ઉપર એણે જગતના સ્યારેય ખૂણેથી હવાને રોકી લીધી જેથી દરીયામા અને પૃથ્વી ઉપર અને કોય પણ ઝાડ ઉપર હવા હાલે નય. મે એકબીજા સ્વર્ગદુતને ઉગમણી દિશાથી પરગટ થાતા જોયો, એની પાહે પરમેશ્વર જે સદાય જીવે છે એની એક મુદ્રા હતી. ઈ સ્વર્ગદુતે ઉસા અવાજથી ઈ સ્યાર સ્વર્ગદુતોને હાક મારીને કીધું કે,