પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે તઈ ઈ તરત ઠોકર ખાય છે.
પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હ્રદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે, તઈ ઈ તરત ઠોકર ખાય છે. તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.
આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.
સૂરજ ઉગતા જ ધોમ તડકો પડે છે, અને ખડને કરમાવી દેય છે, અને એના ફુલો ખરી જાય છે, અને એની શોભા મટી જાય છે, એવી જ રીતે એક માલદાર વિશ્વાસી પણ પોતાના કામોમાં ઘૂસવાયેલો રયને એના વખતે મરી જાય.