12 તેઓએ કીધું કે, “આમીન. આપડે જાહેર કરી છયી કે, આપડો પરમેશ્વર મહાન, સ્તુતિ, પરાક્રમી, સામર્થ્યવાન અને જ્ઞાની છે, આવો આપડે સદાય હાટુ એની મહિમા કરી અને એનો આભાર માની, આમીન.”
નય તો જો તું આત્માથી સ્તુતિ કરય તો ન્યા જે ઓછુ હમજદાર માણસ બેઠો છે; ઈ તારી સ્તુતિ હાંભળીને “આમીન” કેવી રીતે કેહે? કેમ કે, તું શું બોલે છે, ઈ આવું હમજતો નથી.
કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.
મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.
ઈ એક જ હાસો પરમેશ્વર છે. પરભુ ઈસુ મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના દ્વારા એણે આપણને બસાવ્યા છે પરમેશ્વર મહિમામય, મહાન અને શક્તિશાળી હતો અને એણે વખતની શરુઆત પેલા મહાન અધિકારથી રાજ્ય કરયુ, ઈ હજીય એવો જ છે અને સદાય હાટુ એવો જ રેહે. આમીન.