હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”
પણ એણે મને કીધુ કે, “મારું ભજન નો કર, હું તો બસ તમારી જેમ પરમેશ્વરનો ચાકર છું! હું હોતન તમારી હારના વિશ્વાસી લોકોની જેમ ચાકર છું જે આગમભાખીયા છે, અને એવા લોકોની જેમ જે આ સોપડીના સંદેશાનુ પાલન કરે છે. એની કરતાં પરમેશ્વરનુ જ ભજન કર.”
એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી.
અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.”