Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 6:12 - કોલી નવો કરાર

12 અને મે ઘેટાના બસાને છઠ્ઠી મુદ્રા ખોલતા જોયો, તઈ એક મોટો ધરતીકંપ આવ્યો અને સુરજ કાળા ધાબળાની જેવો કાળો થય ગયો, અને આખોય સાંદો લોહીની જેવો લાલ થય ગયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 6:12
31 Iomraidhean Croise  

ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.


ઈ દિવસોમાં સંકટો પછી સુરજ તરત જ અંધકારરૂપ થાહે, અને સાંદો પોતાનું અંજવાળું નય આપે અને આભથી તારા ખરશે અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.


કેમ કે, એક જાતિના લોકો બીજી જાતિના લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને ઠેક ઠેકાણે દુકાળો પડશે અને ધરતીકંપ થાહે.


બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.


તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”


અને જુઓ, અસાનક મોટો ધરતીકંપ થયો, કેમ કે, પરભુનો સ્વર્ગદુત સ્વર્ગમાંથી ઉતરો, અને ન્યા પાહે આવીને કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવીને એની ઉપર બેઠો.


અને બપોરના બાર વાગ્યા તઈ આખા દેશમાં અંધારું છવાય ગયુ, અને નવમી કલાકે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ હુધી રયુ.


ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.


પછી વીજળીઓ, અવાજો, ગરજના થય અને એક એવો મોટો ધરતીકંપ થયો કે, જઈથી માણસની ઉત્પતિ પૃથ્વી ઉપર થય ન્યાથી આવડો મોટો ધરતીકંપ હજી હુધી કોયદી થ્યો નથી.


સોથા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુને સુરજ ઉપર રેડી દીધી, અને એને માણસોને આગથી હળગાવી દેવાનો અધિકાર દેવામાં આવ્યો.


પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.


પછી સ્વર્ગદુતે ધુપદાની લયને એમા વેદી ઉપરનાં હળગતા દેતવાને ભરી લીધા અને પૃથ્વી ઉપર નાખી દીધા અને ગર્જનાઓ, અવાજો, વીજળીઓ અને ધરતીકંપ થાવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan