Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 6:11 - કોલી નવો કરાર

11 તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 6:11
19 Iomraidhean Croise  

ઈ વખતે જે લોકો મારી ઉપર વિશ્વાસ નથી કરતાં ઈ એના ભાઈઓને પકડાયશે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે એને મારી નાખશે, માં-બાપ પોતાનાં દીકરાની હારે પણ એવું જ કરશે. બાળકો માં બાપની હામે ઉઠીને તેઓને મરવી નાખશે.


પણ બાપે ચાકરોને કીધું કે, જલ્દીથી હારામાં હારા લુગડા કાઢીને એને પેરાવો, અને એને આંગળીમાં હારી લાગે એવી વીટી અને પગમાં જોડા હારા લાગે ઈ પેરાવો,


તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.


મે ઈસુ મસીહની સેવા કરવામા કઠણ મેનત કરી છે, એની હોપેલી સેવા પુરી કરી છે, અને હું છેલ્લે હુધી વિશ્વાસ લાયક રયો છું


કેમ કે પરમેશ્વર આપણને કાય વધારે હારું આપવા નક્કી કરયુ છે; જેથી તેઓ ખાલી આપડી હારે જ પુરે પુરૂ કરી હકે.


અને જેનું નામ સ્વર્ગમાં લખવામાં આવ્યું છે, તમે આવા પરમેશ્વરની પેલા જનમેલા બાળકોની સભામાં કા મંડળીમાં આવ્યા છો, અને તમે બધાય લોકોનો ન્યાય કરનારા પરમેશ્વરની પાહે અને જે લોકોને નિર્દોષ ઠરાવવામાં આવ્યા; એવા ન્યાયી લોકોના આત્માઓ પાહે આવ્યા છો.


જેમ પરમેશ્વરે પોતાના કામો પુરા કરયા પછી આરામ કરયો, એમ જે કોય પરમેશ્વરનાં આરામની જગ્યામાં આવે છે, તેઓ પોતાના બધાય કામોમાંથી આરામ લેય છે.


અને એના હમ ખાયને યુગે-યુગ હુધી જીવતો છે જેણે આભ, પૃથ્વી, અને દરીયો અને એમા બધુય બનાવ્યું છે એના હમ ખાયને, એણે કીધું કે, “હવે કોય પણ વાત હાટુ વધારે રાહ જોવી પડશે નય. હવે ઈ બધુય પુરું થય જાહે.”


પરમેશ્વરે બીજા હિંસક પશુને ઈ મૂર્તિમા જીવ મુકવાની રજા આપી. જેથી મૂર્તિ બોલી હકે અને એણે આજ્ઞા દીધી કે, જેણે પણ મૂર્તિનુ ભજન કરવાની ના પાડી છે એને મારી નાખવામા આવે.


ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”


અને મે જોયુ કે, ઈ બાય પરમેશ્વરનાં લોકોના લોહીના નશામા હતી, એટલે ઈ લોકોને જેને લોકોએ મારી નાખ્યા હતાં કેમ કે, ઈ ઈસુ ઉપર ભરોસો કરતાં હતા; જેથી હું બોવજ નવાય પામ્યો.


મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.


એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી.


Lean sinn:

Sanasan


Sanasan