7 ઈ ઘેટાના બસ્સાએ આગળ આવીને જે રાજગાદી ઉપર બેઠો હતો એના જમણા હાથમાંથી સોપડીને લય લીધી.
આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.
પછી મે જોયું કે, જે રાજગાદી ઉપર બેઠો હતો, એના જમણા હાથમાં એક સોપડી હતી, એની બેય બાજુ લખેલુ હતું અને ઈ હાત મુદ્રાઓ લગાડીને બંધ કરી દીધી હતી.