5 આની ઉપર વડીલોમાંથી એકે મને કીધું કે, “રો માં, જોવો, ઈ જે યહુદા કુળનો સિંહ કેવાય છે, જે રાજા દાઉદનુ મુળ અને વારસદાર છે, ઈ સોપડીને ખોલવા અને એની હાતેય મુદ્રાઓ તોડવા હાટુ ઈ શેતાન ઉપર વિજય પામે છે.”
આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.
“મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”
હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું