3 અને ઈ સોપડીને ખોલવા અને એમા જે લખ્યું હતું એને વાસવા લાયક સ્વર્ગમા, પૃથ્વી ઉપર કે પૃથ્વીની નીસે કોય પણ હતું નય.
કેમ કે, પરભુનુ મન કોયે જાણ્યું છે? કા એનો સલાહકાર કોણ થ્યો છે?
જેથી સ્વર્ગમાંના, પૃથ્વી ઉપરનાં અને પાતાળમાંના બધાય ઈસુના નામે ઘુટણે પડીને નમે.
અને મે દરેક પ્રાણીને જે સ્વર્ગમા છે અને પૃથ્વી ઉપર છે અને પૃથ્વીની નીસે છે અને દરીયામાં છે એને કેતા હાંભળ્યું, “આપડે સદાય હાટુ એની જે રાજગાદી ઉપર બેહે છે અને ઘેટાના બસ્સાની સ્તુતિ, માન, અને મહિમા કરવી જોયી, ઈ પુરી તાકાતથી સદાય હાટુ રાજ્ય કરે.”
તઈ હું બોવજ રોયો કેમ કે, ઈ સોપડીને ખોલવામાં અને જે એમા લખ્યું હતું એને વાસવા લાયક કોય મળ્યું નય.