પછી મે એકબીજા બળવાન સ્વર્ગદુતને, વાદળાથી ઘેરાયેલો સ્વર્ગથી ઉતરતા જોયો અને એક મેઘધનુષ એના માથાની સ્યારેય બાજુ હતો અને એનુ મોઢુ સુરજની જેવું સમકતું હતું અને એના પગ હળગતા થાંભલાની જેવા હતાં,
પછી એક શક્તિશાળી સ્વર્ગદુતે મોટી ઘંટીના પડની જેમ એક પાણો ઉપાડયો, અને એવુ કયને દરીયામાં નાખી દીધો, “મોટા શહેર બાબિલોનને બોવ જ હિંસાથી નાશ કરી નાખવામાં આયશે, ઈ શહેર પછી બીજીવાર પાછો જોવામાં નય આવે.
આની ઉપર વડીલોમાંથી એકે મને કીધું કે, “રો માં, જોવો, ઈ જે યહુદા કુળનો સિંહ કેવાય છે, જે રાજા દાઉદનુ મુળ અને વારસદાર છે, ઈ સોપડીને ખોલવા અને એની હાતેય મુદ્રાઓ તોડવા હાટુ ઈ શેતાન ઉપર વિજય પામે છે.”