“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.
ઈ સ્વર્ગદુત જોરથી બોલ્યો અને એનો અવાજ સિંહની ગર્જના જેવો હતો, જઈ એણે રાડ નાખી, તો હાત ગર્જના એના પોતાના અવાજો હારે બોલ્યાં. જે ગડગડાહટના અવાજ જેવો હતો.
અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.
હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.
તઈ મે એક ઘેટાના બસ્સાને જોયો જે રાજગાદી અને સ્યાર જીવતા પ્રાણીઓ અને સોવીસ વડીલોની વસે ઉભોતો, ઘેટાના બસ્સાના દેહ ઉપર એવી નિશાનીઓ હતી કે, એને પેલા મારવામાં આવ્યો હતો, એને હાત શીંગડા અને હાત આખું હતી, આ પરમેશ્વરની હાતેય આત્માઓ છે, જે આખી પૃથ્વી ઉપર મોકલમાં આવી છે.