હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.
તઈ ઈ બાયે એક છોકરાને જનમ આપ્યો પણ એને અજગર ખાય નો હકયો કેમ કે, એને તરત આસકી લીધો અને પરમેશ્વર એને એની રાજગાદી ઉપર લીયાવો, ઈ છોકરો એક લોઢાંની લાકડીથી બધાય દેશોના લોકો ઉપર રાજ કરશે.
તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે,
પરમેશ્વરનાં આત્માએ મારી ઉપર નિયંત્રણ કરી લીધું અને સ્વર્ગદૂત મને એક બોવ જ ઉસા ડુંઘરાની ટોસ ઉપર લય ગયો અને પરમેશ્વરનું પવિત્ર શહેર નવું યરુશાલેમ સ્વર્ગથી પરમેશ્વર પાહેથી નીસે ઉતરતા દેખાણું.
તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.”
હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું
અને જે રાજગાદી ઉપર બેઠો છે, જીવતા પ્રાણીઓ એનો મહિમા, માન, અને આભાર માંને છે. ઈજ છે જે સદાય હાટુ જીવતો છે અને જઈ પણ ઈ એવુ કરે છે તો સોવીસ વડીલો એની હામે દંડવત સલામ કરે છે અને એનુ ભજન કરે છે. તેઓ આ કેતા પોત-પોતાના મુગટ રાજગાદીની હામે નાખી દેય છે,
અને મે દરેક પ્રાણીને જે સ્વર્ગમા છે અને પૃથ્વી ઉપર છે અને પૃથ્વીની નીસે છે અને દરીયામાં છે એને કેતા હાંભળ્યું, “આપડે સદાય હાટુ એની જે રાજગાદી ઉપર બેહે છે અને ઘેટાના બસ્સાની સ્તુતિ, માન, અને મહિમા કરવી જોયી, ઈ પુરી તાકાતથી સદાય હાટુ રાજ્ય કરે.”
તેઓએ ડુંઘરાઓ અને ખડકોને રાડુ નાખીને કીધુ કે, “અમારી ઉપર પડો અને અમને હતાડી લ્યો, જેથી ઈ જે રાજગાદી ઉપર બેઠો છે અમને જોય નો હકે, જેથી ઘેટાનુ બસુ અમને સજા નો દય હકે.