Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 4:11 - કોલી નવો કરાર

11 “અમારા પરભુ પરમેશ્વર, તુ મહિમા પામવા હાટુ લાયક છે, તુ માન પામવાને લાયક છે, તુ સામર્થી છે કેમ કે, તે જ દરેક વસ્તુની સુષ્ટિ કરી. તમે માન્યું કે તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઈ હાટુ એની સુષ્ટિ કરી.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 4:11
31 Iomraidhean Croise  

“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.


જેને પરમેશ્વરે પૃથ્વી અને એની બધીય વસ્તુઓને બનાવી, ઈ સ્વર્ગ અને ધરતીનો માલીક થયને, માણસોની દ્વારા બનાવેલા મંદિરોમાં નથી રેતો.


કેમ કે, બધુય પરમેશ્વર પાહેથી જ આવે છે. એણે બધુય બનાવી લીધું છે, અને બધુય એનુ જ છે. ઈ કાયમ હાટુ મહિમા પ્રાપ્ત કરવુ જોયી! આમીન.


અને દરેકને ઈ ખાનગી યોજના હમજાવવા હાટુ પરમેશ્વર બધી વસ્તુઓનો રસનાર, આ શરૂવાતથીજ ખાનગી રાખ્યું છે.


એણે એમ પણ કીધું કે, “હે પરભુ, તે શરૂઆતમાં પૃથ્વીની રસના કરી, અને તારા હાથોથી આભને રસ્યુ.


પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.


એણે આપણને એક રાજ્ય બનાવી દીધુ છે. અને પરમેશ્વર બાપ હાટુ યાજકો બનાવ્યાં. એની મહિમા અને અધિકાર સદાસર્વકાળ હાટુ રેય, આમીન.


અને એના હમ ખાયને યુગે-યુગ હુધી જીવતો છે જેણે આભ, પૃથ્વી, અને દરીયો અને એમા બધુય બનાવ્યું છે એના હમ ખાયને, એણે કીધું કે, “હવે કોય પણ વાત હાટુ વધારે રાહ જોવી પડશે નય. હવે ઈ બધુય પુરું થય જાહે.”


એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.”


જઈ તાકાતવર સ્વર્ગદૂતે બોલવાનું પુરું કરયુ; તઈ મે જે હાંભળુ ઈ આવી રીતે હતું, જેમ સ્વર્ગમા બોવ બધાય લોકો ગાતા હોય કે, હાલેલુયા તારણ અને મહિમા અને સામર્થ્ય આપડા પરમેશ્વરની હોય.


અને તેઓ ઉસા અવાજથી ગીત ગાયને આ કેતા હતાં કે, “લાયક છે ઈ ઘેટાનું બસુ જેને મારી નાખવામાં આવ્યો હતો, આપડે એની સ્તુતિ અધિકાર, ધન, જ્ઞાન અને સામર્થ્યના વખાણ કરવા જોયી ઈ હાસુ છે કે, બધીય બનાવેલી વસ્તુઓ એનુ માન અને મહિમા કરે.”


પછી મે એક બળવાન સ્વર્ગદુતને જોયો કે, જે ઉસા અવાજથી આ જાહેર કરતો હતો કે, આ સોપડીની મુદ્રાઓને તોડવા અને સોપડી ખોલવાને કોણ લાયક છે?


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


Lean sinn:

Sanasan


Sanasan