Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 3:7 - કોલી નવો કરાર

7 ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 3:7
38 Iomraidhean Croise  

હું તમને સ્વર્ગના રાજ્યની સાવીઓ આપય; અને જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો, ઈ સ્વર્ગમાં બંધાહે, અને જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં પણ છોડાહે.


આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.


“એણે રાડો પાડીને કીધુ કે, અરે નાઝરેથ નગરવાસી ઈસુ, તુ અમને હેરાન કરતો નય, તુ અમારો નાશ કરતો નય, અને ઈ હું જાણું છું કે, તુ કોણ છે? તુ એક ખાલી પવિત્ર છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે.”


ઈ મહાન થાહે, અને પરમપ્રધાનનો દીકરો કેવાહે, અને પરભુ પરમેશ્વર તને એના બાપદાદા દાઉદનું રાજ્ય આપશે.


“અરે, નાઝરેથ નગરવાસી ઈસુ તારે ને મારે શું છે? અમને હેરાન કરવાનો તને શું અધિકાર છે? તુ કોણ છો ઈ હું જાણું છું, એટલે તુ પરમેશ્વરનો પવિત્ર માણસ છે.”


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!


મે ફરીથી કોકને વેદીમાથી બોલતા હાંભળ્યો કે, “હાં, હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, ખરેખર માણસજાત ઉપર તારો ન્યાયસુકાદો હાસો અને ન્યાયી છે.”


પછી મે સ્વર્ગને ખુલો જોયો, અને જોવ છું કે, એક ધોળો ઘોડો છે અને એની ઉપર એક બેઠેલો છે, જે પરમેશ્વરનો વિશ્વાસ લાયક અને હાસો કેવાય છે, ઈ એની જેમ જે પરમેશ્વરની નજરમાં હાસુ છે, પરમેશ્વરનાં વેરીઓની વિરુધ ન્યાય કરે અને યુદ્ધ કરે છે.


કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”


એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું


તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.”


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.”


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


તેઓએ જોરથી રાડ નાખીને પરમેશ્વરને કીધું કે, “હે પરભુ, પવિત્ર અને હાસા, તુ પૃથ્વી ઉપર રેનારા ઈ ખરાબ લોકોને દંડ આપવામાં આટલી બધીય વાર કેમ લગાડ છો? અમે વિનવણી કરી છયી કે, તુ ઈ લોકોના વર્તનનો બદલો લે, જેણે અમારી હત્યા કરી નાખી હતી.”


Lean sinn:

Sanasan


Sanasan