Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 3:2 - કોલી નવો કરાર

2 તુ જાગૃત થા, અને મારા ઉપરનાં તારા ભરોશાને મજબુત કર જ્યાં હુધી કે તારામાં થોડોક ભરોસો બાકી રયો છે કેમ કે, ઈ પુરેપુરો નાશ થાય નય, હું જાણું છું કે તારી ખોટ બોવ મોટી છે કેમ કે, તુ જે કરી રયો છો પરમેશ્વર એનાથી રાજી નથી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 3:2
31 Iomraidhean Croise  

ઈ પોતાના બધાય કામો માણસોને બતાવવા હાટુ કરે છે, અને તેઓ પોતાના શાસ્ત્રવચનના પત્રોને પોળા બનાવે છે, અને પોતાના લુંગડાની કોર લાંબી રાખે છે.


ઈ હાટુ તમે જાગતા રયો કેમ કે, મારો પાછા આવવાનો વખત તમે જાણતા નથી.


તઈ તેઓ બધ્યુય કુંવારીઓ ઉઠીને પોત પોતાની મશાલો તૈયાર કરવા મંડયુ.


પછી થોડાક દિવસ રયને ઈ એલેકઝાંન્ડ્રિયા શહેરમાંથી વયો ગયો, અને એક બાજુ ગલાતિયા અને ફ્રુગિયામાં પરદેશોમાંથી થાતા બધાય વિશ્વાસી લોકોને વિશ્વાસમા મજબુત કરતો ગયો.


બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


મેલી આત્માઓએ શાસકોને અને એની સેનાઓને ઈ જગ્યા ઉપર ભેગા કરયા, જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કેવામાં આવે છે. ઈ હાટુ પરભુ ઈસુએ કીધુ કે, “આ વાત હાંભળો, મારૂ આવવું સોરની આવવાની જેમ અસાનક થાહે, આશીર્વાદિત છે ઈ માણસ જે મારાં પાછા આવતાં હુધી જાગતા રેહે અને પોતાના લુગડા તૈયાર રાખો, તઈ તેઓ નાગા નય હોય અને કાય પણ એને શરમ નય લાગે પછી ઈ બારે ઘણાય લોકોની વસમા જ કેમ નો હોય.”


મને તારી ઉપર ગુસ્સો આવે છે કેમ કે, તે મને પ્રેમ કરવાનું બંધ કરી દીધુ, જેવો તુ શરૂઆતમાં કરતો હતો.


હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.


ઈ હાટુ ઈ શિક્ષણને યાદ કર, જે બોવ પેલા હાંભળુ હતું અને વિશ્વાસ કરયો હતો, જે તને શિખવાડુ હતું એની પરમાણે કર, પોતાના ખરાબ કામોથી પસ્તાવો કર, જો તુ ખરાબ કામો કરવાનું સાલું રાખશો, તો હું ખબર વગરનો આવી જાય, જેમ એક સોર આવે છે અને તુ ઈ વખતને પણ નય જાણી હક જઈ હું તને દંડ આપવા હાટુ આવી જાય.


Lean sinn:

Sanasan


Sanasan