Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 3:12 - કોલી નવો કરાર

12 ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 3:12
26 Iomraidhean Croise  

તેઓ લીયાવ્યા, અને એને તેઓને કીધુ કે, “મને બતાવો કે આ સાંદીના સિક્કા ઉપર કોનું નામ અને કોની છાપ છે?” તેઓએ કીધું કે, “રોમી સમ્રાટની છે.”


જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્‍નતી લોકોની પાહે જાય.


આ ઈ જ છે જે વિશ્વાસુઓના આખા પરિવારનો બાપ છે, જે સ્વર્ગમાં છે અને જે પૃથ્વીમાં છે.


તમે સિયોન ડુંઘરા ઉપર આવ્યા છો, જ્યાં સ્વર્ગીય યરુશાલેમ છે, જે જીવતા પરમેશ્વરનું શહેર છે. જ્યાં લાખો સ્વર્ગદુતો રાજી થાય છે,


કેમ કે, આ જગતમાં આપડુ એક જગ્યાએ ઘર નથી, પણ આપડે આવનાર તે શહેરની રાહ જોય રયા છયી જે સદાય હાટુ રેનાર છે.


હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.


એની પછી, મે કાક બીજુ જોયું, મે સિયોન ડુંઘરાની ટોસ ઉપર ઘેટાના બસ્સાને ઉભેલો જોયો, એની હારે એના 1,44000 લોકો હતાં, એના માથા ઉપર ઘેટાના બસ્સાનુ નામ અને એના બાપનું નામ લખેલુ હતું.


ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, ઈ એવી વાતુને ધ્યાનથી હાંભળે જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે, બધાય લોકો જે ભૂંડાઈને હરાવી દેય છે, ઈ કોયદી બીજીવાર નય મરે.”


ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે.


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે.


મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.


તેઓ પરમેશ્વરને હામ-હામે જોહે અને પરમેશ્વરનુ નામ એના માથા ઉપર લખેલુ હશે.


જે કોય પણ ભુંડાય કરવાથી રાજી નથી થાતો એને પણ એની જેમ ધોળા લુગડા પેરાવામાં આયશે, હું એનુ નામ ઈ સોપડીમાથી નય મટાડય, જેમાં પરમેશ્વરે ઈ લોકોના નામ લખ્યા છે, જેને અનંતજીવન મળશે, હું મારા બાપની હામે અને એના સ્વર્ગદુતોની હામે આ જાહેર કરય કે ઈ મારા છે.


Lean sinn:

Sanasan


Sanasan