પ્રકટીકરણ 3:11 - કોલી નવો કરાર11 હું જલ્દી જ આવનાર છું, ઈ હાટુ પાક્કી રીતે વિશ્વાસ સાલું રાખ, જેથી કોય પણ તારો મુગટ આસકી નો લેય. Faic an caibideil |
મેલી આત્માઓએ શાસકોને અને એની સેનાઓને ઈ જગ્યા ઉપર ભેગા કરયા, જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કેવામાં આવે છે. ઈ હાટુ પરભુ ઈસુએ કીધુ કે, “આ વાત હાંભળો, મારૂ આવવું સોરની આવવાની જેમ અસાનક થાહે, આશીર્વાદિત છે ઈ માણસ જે મારાં પાછા આવતાં હુધી જાગતા રેહે અને પોતાના લુગડા તૈયાર રાખો, તઈ તેઓ નાગા નય હોય અને કાય પણ એને શરમ નય લાગે પછી ઈ બારે ઘણાય લોકોની વસમા જ કેમ નો હોય.”
હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.