હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.
અને તેઓ મોટા અવાજથી હાંક મારીને કેતા હતાં કે, “આપડા પરમેશ્વરનું ભજન કરો જે રાજગાદી ઉપર બેઠો છે અને ઘેટાના બસ્સાનુ ભજન કરો! ખાલી તુ જ છો, જે શેતાનની શક્તિઓથી આપણને બસાવે છે.”
એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી.