Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 21:8 - કોલી નવો કરાર

8 પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 21:8
39 Iomraidhean Croise  

જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે.


ઈ હાટુ મે બીજે દિવસે જયને તારા તાલંતને જમીનમાં દાટી દીધો. કેમ કે, મને બીક હતી કે, જો હું તારી મિલકતને ખોય નાખય, તો તું મને સજા આપય.


ઈસુએ તેઓને કીધુ કે, “ઓ ઓછો વિશ્વાસ રાખનારાઓ શું કામ બીવો છો?” તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને અને દરીયાને ધમકાવ્યો અને બધુ શાંત થયુ.


નરકમાં બધાયના દેહને ખાનારા કીડા છે જે કોયદી નથી મરતા અને આગ હળગતી જે કોયદી બંધ નથી થાતી.


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


ઈ પાપી માણસ શેતાનના સામર્થ્યની તાકાતની હારે આયશે અને બધાય પરકારના સમત્કારો, ખોટી નિશાનીઓ અને અદભુત કામો કરી બતાયશે,


જે લોકો ખોટા અને ઢોંગી છે, જે આ પરકારનું ખોટુ શિક્ષણ આપે છે કેમ કે, ઈ પોતે નથી હમજતા કે, હાસુ કરી રયા છે કે, ખોટુ, એવી જ રીતે જેમ કે, એક ગરમ લોખંડથી દેહના માસને હળગાવી દેવામાં આવ્યો હોય અને ખબર પણ નો પડી હોય.


ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.


તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે.


લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.


ખોટુ કોણ છે? ઈ, જે ઈસુનું મસીહ હોવાનો નકાર કરે છે. અને મસીહનો વિરોધી ઈ જ છે, જે પરમેશ્વર બાપ અને દીકરાનો નકાર કરે છે.


જે કોય પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ હત્યારો છે, અને તમે જાણો છો કે, કોય હત્યારામાં અનંતકાળનું જીવન રેતું નથી.


જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.


તઈ પરમેશ્વરનાં કોપની જેમ દ્રાક્ષારસ જે એના ગુસ્સાના પ્યાલામાં બધીય તાકાતથી નાખ્યુ છે ઈ પીવું પડશે અને પવિત્ર સ્વર્ગદુતોની અને ઘેટાના બસ્સાની હામે આગમાં અને ગન્ધકમાં ઈ પીડાને ભોગવવી પડશે.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, ઈ એવી વાતુને ધ્યાનથી હાંભળે જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે, બધાય લોકો જે ભૂંડાઈને હરાવી દેય છે, ઈ કોયદી બીજીવાર નય મરે.”


હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે.


પણ જે કાય અશુદ્ધ હતુ, કે, પછી ઈ લોકો જે ખરાબ કરે છે અને ખોટુ બોલે છે, તેઓને પાક્કી રીતે એમા અંદર આવવાની રજા નોતી, જે લોકો આમા આવી હકે છે, ઈ એવા લોકો છે જેના નામ ઘેટાના બસ્સાની જીવનની સોપડીમા લખવામા આવ્યા હતા.


પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.


ઈ ધોડા અને એની ઉપર બેહેલા જે મને દર્શનમાં તેઓ એવી રીતે દેખાતા હતાં એની છાતીની રક્ષા કરનારા બખતર આગની જેવા લાલ આસો વાદળી અને ગંધકની જેવા પીળા હતાં, ઘોડાઓના માથા સિંહોના માથા જેવા લાગતા હતા. એના મોઢામાંથી આગ, ધુવાડો, અને ગંધક નીકળી રયાતા.


તેઓએ લોકોની હત્યાઓ કરવાનું, જાદુ ટોણા કરવાનું છીનાળવા કરવાનું અને સોરી કરવાનું નો છોડયુ.


Lean sinn:

Sanasan


Sanasan