Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 21:6 - કોલી નવો કરાર

6 પછી એણે મને કીધું કે, બધુય પુરું થય ગ્યું છે. “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય. જે કોય પણ તરસો છે, હું એને પાણીના ઝરામાંથી મફ્તમાં પાણી પીવા હાટુ આપય, જે અંત વગરનું જીવન આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 21:6
26 Iomraidhean Croise  

ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”


ઈ બાયે ઈસુને કીધું કે, “પરભુ, તારી પાહે પાણી ભરવા હાટુ કાય વસ્તુ નથી, અને કુવો પણ બોવ ઊંડો છે; તો પછી ઈ જીવનનું પાણી તારી પાહે ક્યાંથી આવ્યું?


પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.”


પણ પરમેશ્વરની કૃપાથી તેઓએ આપણને ઈસુ મસીહ દ્વારા આપડા પાપોની સજાથી બસાવા. આપડે કાય પણ કરયા વગર જ પરમેશ્વર જાહેર કરે છે કે, આપડે ન્યાયી છયી.


પરમેશ્વરે પોતાના દીકરાને પોતાની હાટુ નથી રાખ્યો, પણ એને આપડા હાટુ આપી દીધો, ઈ કૃપા કરીને આપણને બધુય આપશે જે એણે આપણને આપવાનો આશીર્વાદ આપ્યો છે.


પણ આપડે જગતનો આત્મા નય, પણ જે આત્મા પરમેશ્વરની કૃપાથી છે ઈ પામ્યા છયી; જેથી પરમેશ્વરે આપણને જે બાબતો આપી છે ઈ અમે જાણી છયી.


જો મસીહ માણસ હાસો સિદ્ધાંત શીખવાડે છે કે, પરમેશ્વરે જે તેઓને આપ્યુ છે, તો તેઓ ઘર બાંધવાવાળાની જેમ છે જે હોનું, સાંદી અને કિંમતી પાણાઓ એવી હારી ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરીને પાયાનું નિર્માણ કરે છે. પણ તેઓ ખોટા શિક્ષણ શીખવાડે છે, તો તેઓ ઈ ઘર બાંધવાવાળાઓની જેમ હોય છે, જે લાકડું, ખડ અને પૂળયા જેવી ખરાબ ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે.


તો ઈ હાટુ કોય પણ માણસે માણસોની વિષે અભિમાન નો કરવુ, કેમ કે પરમેશ્વરે તમને બધુય આપેલું છે.


આપોલસ કોણ છે? પાઉલ કોણ છે? અમે તો ખાલી સેવક છયી, જેના દ્વારા તમે લોકોએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, આપડામાંથી દરેકને ઈ જ કામો કરયા જે પરમેશ્વરે આપણને કરવા હાટુ આપ્યું.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


જઈ મે એને જોયો, તો હું તરત એના પગમા પડી ગયો અને હું એક મરેલા માણસની જેમ થય ગયો, પણ એણે મારી ઉપર પોતાનો જમણો હાથ રાખીને આ કીધુ કે, “બી મા, હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી અને હું જ છેલ્લો છું; જે બધીય વસ્તુઓનો અંત કરી દેય.”


પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”


અને એના હમ ખાયને યુગે-યુગ હુધી જીવતો છે જેણે આભ, પૃથ્વી, અને દરીયો અને એમા બધુય બનાવ્યું છે એના હમ ખાયને, એણે કીધું કે, “હવે કોય પણ વાત હાટુ વધારે રાહ જોવી પડશે નય. હવે ઈ બધુય પુરું થય જાહે.”


હાતમા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ હવા ઉપર રેડી દીધી, અને મંદિરની રાજગાદીમાંથી આ મોટો અવાજ થ્યો, “પુરું થય ગયુ”


“હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય.”


પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan