પ્રકટીકરણ 2:7 - કોલી નવો કરાર7 જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે. Faic an caibideil |
ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”
તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.