Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 2:2 - કોલી નવો કરાર

2 હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 2:2
21 Iomraidhean Croise  

પછી હું તેઓને સોખું કય દેય કે, “હું તમને ઓળખતો નથી, ઓ પાપ કરવાવાળાઓ તમે મારી પાહેથી આઘા જાવ.”


પણ ઈસુએ ફિલિપને પારખવા હાટુ એવુ પુછયું હતું કેમ કે, ઈસુ શું કરવાનો હતો ઈ પોતે જાણતો હતો.


ખાલી એક જ હાસા હારા હમાસાર છે. પણ કેટલાક લોકો તમારા મગજને હેરાન કરવા માગે છે અને મસીહના હારા હમાસારને બદલવા માગે છે.


આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.


તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”


કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.


હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.


યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.


જો કે હું તારાથી રાજી પણ છું કેમ કે, તુ ઈ લોકોના કામોને ધિક્કાર છો; જે નિકોલાયત નામનાં એક માણસના શિક્ષણનું અનુસરણ કરે છે, એવી જ રીતે જેમ હું એના કામોને ધિક્કારૂ છું


હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે.


હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.


મને ઈ બધીય ખબર છે જે તમે કરયુ છે તમે ઈ વાતનો નકાર નથી કરી હકતા કે, તમે મારા ઉપર ભરોસો કરો છો તમે પાણીની જેમ છો જે નથી ઠંડુ અને નથી ગરમ. કદાસ કે તમે ઠંડા હોત કે ગરમ.


હું તારા કામોને જાણું છું, જોવો, મે તારી હામે એક કમાડ ખોલી રાખ્યો છે, જેને કોય બંધ નથી કરી હકતો, તારું સામર્થ્ય થોડુક તો છે, તોય પણ તે મારા વચનનું પાલન કરયુ છે અને મારા નામનો નકાર નથી કરયો.


Lean sinn:

Sanasan


Sanasan