16 પસ્તાવો કર, જો તુ ભુંડા કામ કરવાનું બંધ નય કર, તો હું જલ્દી આવય અને ઈ લોકો જે ખોટુ શિક્ષણ આપે છે તેઓની વિરુધ હું તલવારથી બાધય, જે વચન મારા મોઢેથી નીકળે છે.
માણસજાતી આ તેજ ગરમીથી બળી ગય અને તેઓએ પરમેશ્વર વિષે ભુંડી વાતુ કીધી કેમ કે, ઈ જ હતો; જેની પાહે ઈ દંડ ઉપર અધિકાર હતો તેઓએ હજી પણ પોતાના પાપોથી પસ્તાવો નો કરયો તેઓએ હજી પણ પરમેશ્વરની મહિમાનો સ્વીકાર નો કરયો.
એની પછી, એણે જે ઘોડા ઉપર બેઠો હતો, પોતાના મોઢામાથી નીકળનારી તલવારનો ઉપયોગ કરીને બીજા બધાયને મારી નાખ્યા, તઈ આભના પક્ષી ન્યા હુધી મરેલા દેહના માસ ખાતા રયા, જ્યાં હુધી એના પેટ ભરાણા નય.
યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.
ઈસુ પોતાના બધાય લોકોને કેય છે “આ હાંભળો! હું જલ્દી આવી રયો છું; પરમેશ્વર ઈ બધાયને બોવ જ આશીર્વાદિત કરશે, જે આ સોપડીમા લખવામાં આવેલા સંદેશાની આજ્ઞાનું પાલન કરે છે.”