કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.
એની પછી, એણે જે ઘોડા ઉપર બેઠો હતો, પોતાના મોઢામાથી નીકળનારી તલવારનો ઉપયોગ કરીને બીજા બધાયને મારી નાખ્યા, તઈ આભના પક્ષી ન્યા હુધી મરેલા દેહના માસ ખાતા રયા, જ્યાં હુધી એના પેટ ભરાણા નય.
એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું
પસ્તાવો કર, જો તુ ભુંડા કામ કરવાનું બંધ નય કર, તો હું જલ્દી આવય અને ઈ લોકો જે ખોટુ શિક્ષણ આપે છે તેઓની વિરુધ હું તલવારથી બાધય, જે વચન મારા મોઢેથી નીકળે છે.