Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 2:10 - કોલી નવો કરાર

10 ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 2:10
36 Iomraidhean Croise  

તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે.


જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે.


પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે; એને જ પરમેશ્વર તારણ દેહે.


કેમ કે, તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે.


કેમ કે, “જો કોય માણસ પોતાનુ જગતનું જીવન બસાવવા માગે છે, ઈ પરમેશ્વરની હારે અનંતજીવન પામવાનો મોકો ગુમાવી નાખે છે. પણ જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ કરવા અને મારા હારા હમાસારની કારણે મરશે ઈ માણસ પરમેશ્વરની હારે અનંતજીવન મેળવશે.


પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.


જે કોય પોતાના જીવ ઉપર પ્રેમ રાખે છે ઈ એને ગુમાયશે છે જે જગતમાં પોતાના જીવને ગુમાયશે, ઈ અનંતકાળના જીવન હારું એને બસાવી રાખશે.


જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો.


અને જેવું યહુદા ઈશ્કારિયોતને રોટલીનો કોળીયો ખાધો, તરત શેતાન એનામા ઘરી એણે કાબુમાં કરયો, તઈ ઈસુએ એને કીધું કે, “જે તુ કરવણો છો, ઈ ઘાયેઘા કરય.”


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”


બધાય લોકો કડક તાલીમ લેય છે, તેઓ તો નાશ પામનાર મુગટ મેળવવા હાટુ એમ કરે છે, પણ આપડે તો કોયદી નાશ નો થાનારો મુગટ મેળવવા હાટુ આમ કરી છયી.


ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.


કેમ કે, આપડે માણસોની હામા બાધણું બાધી રયા નથી. પણ આપડે પ્રધાનો અને અધિકારીઓની હામા અને અંધારાના અધિકારીઓથી અને ખરાબ આત્મિક જગતના સામર્થ્યની હામાં બાધી રયા છયી. ઈ હાટુ સ્વર્ગીય જગ્યાઓમાં ખરાબ આત્મિક લશ્કરોની હામે છે


આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


જે હિંસક પશુ મે જોયું, ઈ ચિતા જેવું હતું, અને એના પગ રીછની જેવા અને મોઢું સિંહની જેવું હતું. ઈ અજગરે આ હિંસક પશુને પોતાનું સામર્થ્ય આપી દીધું અને એને પૃથ્વી ઉપર રાજ કરવાનો અધિકાર આપી દીધો.


ઈ પશુને આ અધિકાર આપ્યો કે, ઈ પવિત્ર લોકોની હામે બાધે અને તેઓની ઉપર જીત મેળવે અને તેઓને દરેક કુળ, લોકો, ભાષા અને દેશ ઉપર અધિકાર દેવામા આવ્યો.


ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.


હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.


હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે.


Lean sinn:

Sanasan


Sanasan