1 એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું
જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.
પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”
હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.
થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,
હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.
લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો
ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”