Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 19:9 - કોલી નવો કરાર

9 તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 19:9
27 Iomraidhean Croise  

હું તમને કવ છું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જ્યાં હુધી આ પાસ્ખા ખાવાનો પુરો અરથ નય આપે, ન્યા હુંધી હું ફરીથી આ ભોજન ખાવાનો નથી.”


આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું


આ વાત હાસી છે, અને દરેક પરકારે એનો સ્વીકાર કરવાને લાયક છે.


આ વાત હાસી છે કે, જો આપડે ઈસુ મસીહની હારે મરી ગયા છયી, તો આપડે એની હારે જીવતા પણ થાહુ.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.


જે તે જોયુ છે, ઈ લખી લે, જેમ કે ઈ બેય વસ્તુઓ જે અત્યારે થય રય છે અને જે પછી થાહે.


ઈ હાતેય ગર્જના નો અવાજ હંભળાય ગયો, તઈ હું લખવા હાટુ તૈયાર હતો, પણ મે સ્વર્ગથી આ અવાજ હાંભળ્યો કે, “જે ગર્જનાએ કીધું છે એને ગુપ્ત રાખ અને આ વાતુંને લખતો નય.”


ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”


જે હાત સ્વર્ગદુતોની પાહે ઈ હાત પ્યાલા હતાં, એમાથી એકે આવીને મને આ કીધું કે, “આયા આવ, હું તને દેખાડય કે, પરમેશ્વર કેમ ઈ મોટી વેશ્યાને દંડ આપશે, જે એક એવી જગ્યાએ બેહે છે, જ્યાં ઘણીય નદીયું છે.


કેમ કે, પરમેશ્વરે પોતાની ઈચ્છા પુરી કરવાના હેતુથી એના મનમા આવા વિસાર નાખશે, જ્યાં હુધી પરમેશ્વરનાં વચન પુરા નો થય જાય, ન્યા હુધી તેઓ પોતાનુ રાજ્ય હિંસક પશુને આપી દેહે.


એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું


પર્ગામમના શહેરમાં મંડળીના દુતને આ સંદેશો લખ, હું આ વાત તને કય રયો છું હું ઈ જ છું; જેની પાહે તલવાર છે જેની બેય ધાર હજાવેલી છે.


થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.”


સ્વર્ગદુતે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે તમને દેખાડી છે ઈ હાસી છે, અને ઈ એને ખરેખર પુરી કરશે. પરભુ પરમેશ્વર જે આગમભાખીયાઓને પ્રેરણા આપે છે, પોતાના સ્વર્ગદુત ઈ લોકો જે એની સેવા કરે છે, ઈ બનાવોને દેખાડવા હાટુ મોકલ્યો જે જલ્દી જ થાવી જોયી.”


હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.


ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”


Lean sinn:

Sanasan


Sanasan