Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 19:7 - કોલી નવો કરાર

7 આવો, આપડે રાજી અને ખુશ થાયી, અને એની મહિમા કરી કેમ કે, જે ઘેટાનું બસુ છે એના લગન થાવાના છે અને એની કન્યા એટલે કે, એના વિશ્વાસુઓનું જૂથ, પોતાનો શણગાર કરીને એની હાટુ તૈયાર છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 19:7
29 Iomraidhean Croise  

જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.


સ્વર્ગનું રાજ્ય આ દાખલા પરમાણે છે કે, એક રાજાએ પોતાના દીકરાના લગનનું જમણવાર ગોઠવ્યું.


લગન પરસંગમાંથી ઘરે પાછા આવતાં માલિકની રાહ જોતા ચાકરો જેવા તમે થાવો, જઈ માલીક આવે, અને દરવાજો ખખડાયશે, તો તરત ચાકરો એની હાટુ કમાડ ઉઘાડી દેય.


જેને કન્યા છે એને જ વર છે; પણ વરનો જે મિત્ર ઉભો રયને એનુ હાંભળે છે, ઈ વરના શબ્દોથી બોવ આનંદ પામે છે; ઈ હાટુ મારો ઈ આનંદ પુરેપુરા થયો છે.


કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.


કેમ કે, ધણી તો બાયડીનું માથું છે જેમ કે, મસીહ મંડળીનું માથું છે, અને ઈ પોતે દેહનો તારનાર છે.


આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પરગટ કરવામાં આવ્યું છે; અને ઈ તો મસીહ અને તેઓની મંડળી વિષે છે એમ મારું કેવું છે.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.


તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”


મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે.


અને પછી ઈ હાત સ્વર્ગદુતોમાંથી એકે જેણે માણસજાત ઉપર હાત છેલ્લી આફતથી ભરેલા હાત પ્યાલા ફેકયા હતાં, મારી હારે વાત કરી એણે કીધું કે, “આયા આવ, હું તને ઈ કન્યાને દેખાડય જેના લગન જલ્દી જ ઘેટાના બસ્સાની હારે થય જાહે.”


Lean sinn:

Sanasan


Sanasan