4 પછી મે સ્વર્ગથી કોક બીજો અવાજ હાંભળ્યો કે, “હે મારા લોકો, ઈ શહેરમાંથી બારે નીકળી જાવ, ઈ લોકોના પાપોની જેમ નો કરો, એથી જે દુખો એની ઉપર હુમલો કરશે ઈ તમારી ઉપર નો આવે.”
તમે કયો છો, કે અમે બાપ-દાદાના વખતમાં હયાત હોત, તો તેઓની હારે આગમભાખીયાઓની હત્યામાં ભાગીદાર થયા નો હોત.
ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય,
કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ.
કેમ કે, જે કોય એવા માણસને સલામ કરે છે, તો ઈ પણ એના ખરાબ કામોમા ભાગીદાર બને છે.