Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 18:2 - કોલી નવો કરાર

2 એણે હાંક મારીને કીધું હવે હારી ગયુ છે પ્રખ્યાત બાબિલોન શહેર હવે હારી ગયુ છે. આજે દરેક પરકારની મેલી આત્માઓ ન્યા રેવા હાટુ વય જાહે અને ઈ અશુદ્ધ અને ધિક્કારેલ પક્ષીઓના માળાઓ બનાવવાની જગ્યા હશે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 18:2
26 Iomraidhean Croise  

એના પગ પીતળની જેમ સમકતા હતાં, જેમ તેજ ગરમ આગ સમકે છે, જઈ ઈ બોલ્યો તો એનો અવાજ બોવ જ જોરદાર હતો, જેમ કેટલીય નદીયુંનો અવાજ જે ઘણાય જોરથી વહી રયો હતો.


ઈ સ્વર્ગદુત જોરથી બોલ્યો અને એનો અવાજ સિંહની ગર્જના જેવો હતો, જઈ એણે રાડ નાખી, તો હાત ગર્જના એના પોતાના અવાજો હારે બોલ્યાં. જે ગડગડાહટના અવાજ જેવો હતો.


એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે.


પછી એક બીજો સ્વર્ગદુત મંદિરમાંથી નીકળો અને ઉસા અવાજે એણે હાંક મારી જે માણસ વાદળા ઉપર બેઠે હતો: “તારું દાતેડુ લે અને કાપવાનુ સાલું કર. કેમ કે, કાપવાનો વખત આવી ગયો છે, પૃથ્વીનો પાક પાકી ગયો છે.”


એકબીજા સ્વર્ગદુતે એની પછી આવીને કીધું કે, “બોવ જ ખરાબ શહેર બાબિલોનનો હવે પુરી રીતે નાશ થય ગયો છે! બાબિલોને બધીય જાતિના લોકોને એની હારે છીનાળવાની વાસનામાં રસા-પસા રાખ્યા. બેબીલોન એની જેવું છે જે બીજાઓને પીવા હાટુ ખુબ જ દ્રાક્ષારસ આપે છે!”


એની પછી મે ત્રણ મેલી આત્માઓને જોય; જે જોવામાં દેડકા જેવી હતી. એક અજગરના મોઢાથી બાર આવ્યો, એક પેલા હિંસક પશુના મોઢાથી અને એક બીજા પશુના મોઢાથી બાર આવ્યો, એટલે કે, ઈ જે ખોટા આગમભાખીયા હતા.


પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.


હવે તમે જે બાય જોય છે ઈ ભુંડા શહેરની આગેવાની કરે છે, જે પૃથ્વીના લોકો ઉપર રાજ્ય કરે છે.”


એના માથા ઉપર એક નામ લખેલુ હતું જેનો એક ગુપ્ત અરથ હતો જે આ રીતે હતો “હું મહાન શહેર બાબિલોન છું હું બધીય વેશ્યાઓની મા છું” જે જગતની બધીય ખરાબ વસ્તુઓની મુળ જગ્યા છું


અને એની પીડાની બીકના મારા તેઓ બોવ છેટા ઉભા રેયને કેહે કે, “હે મોટા શહેર બાબિલોન! હે દ્રઢ નગર, હાય! હાય! પરમેશ્વરનો ન્યાય તારી ઉપર અસાનક આવી ગયો છે.”


પછી એક શક્તિશાળી સ્વર્ગદુતે મોટી ઘંટીના પડની જેમ એક પાણો ઉપાડયો, અને એવુ કયને દરીયામાં નાખી દીધો, “મોટા શહેર બાબિલોનને બોવ જ હિંસાથી નાશ કરી નાખવામાં આયશે, ઈ શહેર પછી બીજીવાર પાછો જોવામાં નય આવે.


પછી મે એક બળવાન સ્વર્ગદુતને જોયો કે, જે ઉસા અવાજથી આ જાહેર કરતો હતો કે, આ સોપડીની મુદ્રાઓને તોડવા અને સોપડી ખોલવાને કોણ લાયક છે?


Lean sinn:

Sanasan


Sanasan