પછી મે એકબીજા બળવાન સ્વર્ગદુતને, વાદળાથી ઘેરાયેલો સ્વર્ગથી ઉતરતા જોયો અને એક મેઘધનુષ એના માથાની સ્યારેય બાજુ હતો અને એનુ મોઢુ સુરજની જેવું સમકતું હતું અને એના પગ હળગતા થાંભલાની જેવા હતાં,
જે હાત સ્વર્ગદુતોની પાહે ઈ હાત પ્યાલા હતાં, એમાથી એકે આવીને મને આ કીધું કે, “આયા આવ, હું તને દેખાડય કે, પરમેશ્વર કેમ ઈ મોટી વેશ્યાને દંડ આપશે, જે એક એવી જગ્યાએ બેહે છે, જ્યાં ઘણીય નદીયું છે.
ઈ સ્વર્ગદુતે મને કીધું કે, તુ કેમ નવાય પામ્યો? હું આ બાય, અને ઈ હિંસક પશુનો, જેની ઉપર ઈ બેઠી છે, અને જેના હાત માથા અને દસ શિંગડા છે, હું તને આનો ગુપ્ત અરથ બતાવું છું