મે એક હિંસક પશુને દરીયામાંથી નીકળતા જોયો, જેને દસ શીંગડા અને હાત માથા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત રાજમુગટ હતાં, અને દરેક માથા ઉપર પરમેશ્વરની વિરુધ નિંદા કરનારું એક નામ લખેલુ હતું.
આ નિશાનીની વ્યાખ્યા હાટુ સતુરાયથી વિસારવુ પડે, પણ જેને જ્ઞાન છે ઈ આ જાણી હકે છે કે, આ હિંસક પશુની સંખ્યાનો અરથ શું છે કેમ કે, આ એક માણસનું નામ છે, આ સંખ્યા (666) છે.
તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે,
ઈ સ્વર્ગદુતે મને કીધું કે, તુ કેમ નવાય પામ્યો? હું આ બાય, અને ઈ હિંસક પશુનો, જેની ઉપર ઈ બેઠી છે, અને જેના હાત માથા અને દસ શિંગડા છે, હું તને આનો ગુપ્ત અરથ બતાવું છું