પ્રકટીકરણ 16:6 - કોલી નવો કરાર6 કેમ કે, તેઓએ તારા લોકો અને આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તેઓનું લોહી વહેડાવયુ, ઈ હાટુ હવે તુ એને લોહી પીવા આપે છે, આ એની હાટુ હાસુ વળતર છે.” Faic an caibideil |
જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.
ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”