એની પાહે આભને બંધ કરવાઓ અધિકાર છે, જેથી ઈ આગમભાખવાના વખતે ક્યાય વરસાદ નો હોય, એની પાહે પાણીની ઉપર તાકાત છે, કે, ઈ એને લોહીમાં બદલી હકે, અને જઈ પણ ઈ ઈચ્છે દરેક રીતના રોગશાળાથી પૃથ્વી ઉપર હુમલો કરે.
એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.”