2 ઈ હાટુ પેલા સ્વર્ગદુતે જયને પ્યાલાની વસ્તુને પૃથ્વી ઉપર રેડી દીધી. લોકો ઉપર ભયાનક અને દુઃખદાયક ઘાવ દેખાણા જેની ઉપર હિંસક પશુએ પોતાની છાપ લગાડી હતી, અને એની ઉપર જેઓએ એની મૂર્તિનું ભજન કરયુ હતું.
એણે ઈ તાકાતનો ઉપયોગ જે એને ઈ પશુ દ્વારા આપવામા આવી હતી. જેનો જીવ વયો જાય એવો ઘા રૂઝાય ગયો એણે જગતના બધાય લોકોને પરાણે ઈ પેલા હિંસક પશુનુ ભજન કરવાનું કીધુ.
એની પછી મે દર્શનમાં મંદિરમાંથી એક તેજ અવાજને હાત સ્વર્ગદુતોથી આવું કેતા હાંભળ્યું કે, “જાવો જગતના લોકો ઉપર પરમેશ્વર તરફથી દંડને રેડી નાખો જે હાત પ્યાલામાં છે.”
અને પોતાની પીડાઓ અને ગુમડાંના કારણે તેઓએ સ્વર્ગના પરમેશ્વરની નિંદા કરી, હવે તેઓની પરિસ્થિતી એવી હતી પણ તેઓએ પાક્કી રીતે પસ્તાવો કરયો નય, અને નો ઈ ભુંડા કામોને છોડયા; જે ઈ કરી રયા હતા.