1 એની પછી મે દર્શનમાં મંદિરમાંથી એક તેજ અવાજને હાત સ્વર્ગદુતોથી આવું કેતા હાંભળ્યું કે, “જાવો જગતના લોકો ઉપર પરમેશ્વર તરફથી દંડને રેડી નાખો જે હાત પ્યાલામાં છે.”
અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.
પછી એક બીજો સ્વર્ગદુત મંદિરમાંથી નીકળો અને ઉસા અવાજે એણે હાંક મારી જે માણસ વાદળા ઉપર બેઠે હતો: “તારું દાતેડુ લે અને કાપવાનુ સાલું કર. કેમ કે, કાપવાનો વખત આવી ગયો છે, પૃથ્વીનો પાક પાકી ગયો છે.”
તઈ જ એક બીજો સ્વર્ગદુત જે વેદી ઉપર આગથી ધૂપ હળગાવવાની જવાબદારી નિભાવે છે, એણે જોરથી રાડ નાખીને ઈ સ્વર્ગદૂતને કીધુ કે, “પૃથ્વી ઉપર દ્રાક્ષના ઝૂમખા પાકી ગયા છે, જેની પાહે તેજ ધારદાર દાતેડુ હોય તેઓ પોતાના દાતેડાથી કાપી લેય.”
એની પછી મે આભમાં એક જુદી નિશાની જોય જો કે બોવ જ અદભુત અને બોવ જ નવાય પમાડે એવી હતી, ન્યા હાત સ્વર્ગદુત હતાં જે હાત જુદી-જુદી રીતની આફતો લીધેલા હતાં, આ આફતો છેલ્લી છે કેમ કે, જઈ ઈ પુરી થય જાહે તઈ પરમેશ્વરનો ગુસ્સો પુરો થય જાહે.