8 અને મંદિર પરમેશ્વરની મહિમા અને સામર્થ્યથી આવનાર ધુવાડાથી ભરાય ગ્યુ, ન્યા હુધી કોય પણ મંદિરમા જય હક્યુ નય, જયા હુધી ઈ હાતેય આફતો પુરી નો થય ગય, જેને હાત સ્વર્ગદુત લીયાવ્યા હતા.
એની પછી મે આભમાં એક જુદી નિશાની જોય જો કે બોવ જ અદભુત અને બોવ જ નવાય પમાડે એવી હતી, ન્યા હાત સ્વર્ગદુત હતાં જે હાત જુદી-જુદી રીતની આફતો લીધેલા હતાં, આ આફતો છેલ્લી છે કેમ કે, જઈ ઈ પુરી થય જાહે તઈ પરમેશ્વરનો ગુસ્સો પુરો થય જાહે.