જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”
અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.
જઈ પશુએ એનુ મોઢુ ખોલ્યુ તઈ એણે પરમેશ્વરની વિરુધ અનાદરની વાતુ કરી. જ્યાં પરમેશ્વર રેય છે ઈ હાટુ કે, સ્વર્ગમા અને ઈ બધાય લોકોની વિરુધ જે સ્વર્ગમા રેય છે.