4 હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”
તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”
એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.”
કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”
ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”
અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.”